પાક વીમો: સગવડ કે ખેડૂત માથે પનોતી?
સરકારે જેનો ખુબ પ્રચાર-પ્રસાર કર્યો ને ખેડૂતોને સપના બતાવ્યા કે એમના બધા દુઃખ હવે દૂર થઇ જશે એ પાકવીમાને સમજીએ.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના (ટૂંકમાં પાકવીમો)ની કેન્દ્ર સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ અંતરળયે પ્રસિદ્ધ કરેલી માર્ગદર્શિકા મુજબ, પાકવિમાં યોજનાનો હેતુ છે:
- પાક નુકશાની અથવા અણધાર્યા વિઘ્નોને કારણે ખેડૂતોને વેઠવા પડતા નુકશાન સામે ખેડૂતને આર્થિક ટેકો કરવો,
- ખેડૂતો ખેતીમાં નભી શકે તે માટે તેમની આવક સુનિશ્ચિત કરવી,
- ખેડૂતોને સંશોધનાત્મક અને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા,
- ખેડૂતોને પાક ઉત્પાદનમાં થતા નુક્શાનની સામે રક્ષણ આપવા ઉપરાંત, ખેતી ક્ષેત્રને મળતા ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવો, જેથી અન્ના સલામતી, પાકની વિવિધતા, વિકાસ અને સ્પર્ધત્મક્તા વધારી શકાય.
પાક વીમો...
1. મંડળી કે બેન્કનું ધિરાણ લેનારા તમામ ખેડૂતો માટે પાકવીમો ફરજીયાત છે,
2. જે મંડળી કે બેન્કનું ધિરાણ ના લે તેના માટે પાકવીમો મરજિયાત છે,
પાકવિમાં યોજનાનો લાભ ક્યારે મળે?
નીચે દર્શાવેલા તબક્કાઓ દરમ્યાન થતું નુકશાન વીમા યોજના હેઠળ વળતર મળવા પાત્ર છે.
- વાવતા/રોપતા મોડું થાય: ઓછા વરસાદ અથવા વિપરીત મોસમી પરિસ્થિતિને કરે પાકનું વાવેતર ના થઇ શક્યું હોય તો પાક વિમમાંનું વળતર મળે,
- ઉભો પાક, (વાવણીથી લણણી સુધી): ટાળી ના શકાય એવા જોખમો સામે સમગ્રલક્ષી વીમો અપાય છે, જેમ કે, દુષ્કાળ, બે વરસાદ વચ્ચેનો વધવાથી નુકશાન થાય, પૂર, પાણીનો ભરાવો, જીવતો પડે કે પાકને રોગ આવે, જમીન ધસી પડે, કુદરતી આગ અથવા વીજળી પડે, વાવાઝોડું, વરસાદી વાવાઝોડું, વનતોલીયો વગેરે સામે ખેડૂતને વીમાનું વળતર મળે,
- લણણી પછીનું નુકશાન: પાક લણી લીધા પછી, જે પાક ખુલ્લામાં પાથરીને સૂકવવા પડતા હોય એના માટે વનતોલીયો અને વરસાદી વાવાઝોડા કે કમોસમી વરસાદ સામે વધુમાં વધુ બે અઠવાડિયા સુધી વીમાનું રક્ષણ મળે,
- સ્થાનિક હોનારતો: વીમા વિસ્તારમાં ઓળખી શકાય એવા જોખમો જેમ કે વરસાદી વાવાઝોડું, જમીન ધસી પદવી અને પાનની ભરાઈ જવા જેવા જોખમો સામે છૂટાં-છવાયા ખેતરોને વિમાનો લાભ મળી શકે,
વિમાનો લાભ ક્યારે ના મળે?
યુદ્ધ, એનું જોખમો, તોફાનો, બદઈરાદાથી કરાયેલું નુકશાન, ચોરી, ભેલાણ, પાલતુ અથવા જન્ગલી જાનવરો (ભૂંડ, ગાય, નીલગાય)ને કારણે થતું નુકશાન અને બીજા ટાળી શકાય એવા જોખમો સામે વિમાનો લાભ મળી શકે નહીં.
ખેડૂતે નુકશાનીના દવાની અરજી કરવી હોય તો શું કરવું પડે...
- બધી વિગતો સાથેનું ફોર્મ ભરવું પડે,
- ફોર્મની સાથે, પ્રીમિયમ ભર્યાની પહોંચ અને વીમા પોલિસીની પીડીએફ ફાઈલ જોડવી પડે,
- જમીનના પુરાવાની વિગતો ફોર્મ સાથે જોડવી પડે,
- પાકનું નુકશાન દેખાડતા ફોટા ફોર્મ સાથે જોડવા પડે,
- સ્થાનિક છાપામાં પાક નિષ્ફ્ળ જવાના સમાચાર આવ્યા હોય તો એના કટિંગ ફોર્મ સાથે જોડવા પડે,
- પૈસા ટ્રાન્સફર કરવા માટે ખેડૂતના બેન્ક ખાતાની વિગતોનું ફોર્મ દવાના ફોર્મ સાથે જોડવું પડે,
જો લણણી પહેલા નુકશાનીનો દાવો કરવો હોય તો...
- સામાન્ય લણણીની તારીખ,
- પાકની જાત,
- નુકશાનીના દિવસ સુધી કેટલી વાર પિયત કર્યું એની વિગત,
- નુકશાનીના દિવસ સુધી કેટલું ખાતર વાપર્યું એની વિગત,
- નુકશાનીના દિવસ સુધી છાણીયું/સેન્દ્રીય ખાતર વાપર્યું હોય તેની રકમ,
- આ જ પાક સામે બીજો કોઈ વીમો લીધો છે કે નહીં?
આ બધું આપણા અભણ કે ઓછું ભણેલા ખેડૂતો કરી શકે ખરા???
.......કંપનીઓએ શું કરવાનું એ હવે પછી.
No comments:
Post a Comment